Wednesday, December 4, 2024

DOWNLOAD GSQAC SCHOOL ACCREDITATION GUNOTSAV 2.0 REPORT CARD

વર્ષ 2024-25 દરમિયાન થનાર ગુણોત્સવ 2.0 (સ્કૂલ એક્રેડિટેશન)

गुणोत्सव 2.0 (स्कूल मान्यता) वर्ष 2024-25 के दौरान आयोजित किया जाएगा

गूनोत्सव मान्यता नई संरचना के तहत प्रशिक्षण (5/12/2024) मैटर सर्कुलर देखने के लिए यहां क्लिक करें

जीसीईआरटी 2019-20 से राज्य सरकार के प्राथमिक विद्यालयों में और 2023-24 से राज्य सरकार और अनुदान प्राप्त माध्यमिक और उच्चतर माध्यमिक विद्यालयों में गोनोट्सवा 2.0 (स्कूल मान्यता) प्रक्रिया का संचालन कर रहा है। अब तक प्राथमिक विद्यालयों की मान्यता के कुल चार दौर और माध्यमिक और उच्च माध्यमिक विद्यालयों की मान्यता का 1 दौर पूरा हो चुका है और सभी स्कूलों को रिपोर्ट कार्ड उपलब्ध करा दिए गए हैं।

इसके अलावा, राष्ट्रीय शिक्षा नीति 2020 में अध्याय 8 (स्कूल शिक्षा के लिए मानक निर्धारण और मान्यता) में स्कूली शिक्षा की गुणवत्ता में सुधार के लिए कुछ सिफारिशें की गई हैं। जिसमें...

यह बहुत महत्वपूर्ण है कि एक स्कूल गुणवत्तापूर्ण शिक्षा प्रदान करने के लिए कुछ मानदंडों का पालन करे। गुणवत्तापूर्ण शिक्षा प्रदान करने से संबंधित मानकों के निर्धारण के लिए राज्य स्तर पर राज्य विद्यालय मानक प्राधिकरण (एसएसएसए) की स्थापना करना।

एसएसएसए के तहत स्कूलों की गुणवत्ता मूल्यांकन के लिए एससीईआरटी द्वारा राज्य के विभिन्न हितधारकों (हितधारकों) के परामर्श से वैश्विक स्तर के विभिन्न मानदंडों को ध्यान में रखते हुए स्कूल गुणवत्ता मूल्यांकन और प्रत्यायन फ्रेमवर्क (एसक्यूएएएफ) बनाया जाना चाहिए, जिसके तहत जीसीईआरटी द्वारा स्कूल मान्यता शामिल किया जाएगा। एक रूपरेखा तैयार की गई है।

एसएसएसए के तहत स्कूलों की जवाबदेही निर्धारित करने के लिए, यह सिफारिश की जाती है कि सही और अद्यतन विवरण वेबसाइट के माध्यम से पारदर्शी तरीके से जनता के सामने रखा जाए, तदनुसार, जीसीईआरटी-जीएसक्यूएसी द्वारा स्कूल मान्यता डेटा को वेबसाइट पर रखा जाएगा हितधारकों से फीडबैक की सुविधा के लिए सार्वजनिक प्रकटीकरण किया जाएगा
जीएसक्यूएसी ने जीसीईआरटी के मार्गदर्शन में सरकारी और सहायता प्राप्त प्राथमिक, माध्यमिक और उच्च माध्यमिक विद्यालयों की मान्यता के लिए एक रूपरेखा तैयार की है और स्कूल मान्यता इसी रूपरेखा के आधार पर की जाती है। एनईपी-2020 के अंतर्गत की गई उपरोक्त अनुशंसाओं एवं संदर्भ पत्रावली पर प्राप्त अनुमोदन के अनुसार वर्ष 2024-25 से राज्य के विद्यालयों में निम्नलिखित परिवर्तनों के साथ विद्यालय मान्यता प्रक्रिया संचालित की जायेगी।



અગત્યની લીંક







વર્ષ 2024-25 દરમિયાન થનાર ગુણોત્સવ 2.0 (સ્કૂલ એક્રેડિટેશન)


ગુણોત્સવ એક્રેડીટેશન નવા માળખા અંતર્ગત બાયસેગ તાલીમ (5/12/2024 ) બાબત પરિપત્ર જોવા અહીં ક્લિક કરો


GCERT દ્વારા વર્ષ 2019-20 થી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અને વર્ષ 2023-24થી રાજ્યની સરકારી તેમજ ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુણોત્સવ 2.0 (સ્કૂલ એક્રેડિટેશન)ની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. અત્યાર સુધીમાં પ્રાથમિક શાળાઓના એક્રેડિટેશનના કુલ ચાર અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો એક્રેડિટેશનનો 1 રાઉન્ડ પૂર્ણ કરી તમામ શાળાઓને રિપોર્ટકાર્ડસ પુરા પાડવામાં આવેલ છે.


વધુમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 02020 માં પ્રકરણ 8 (Standard Setting and Accreditation for School Education)માં શાલેય શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે કેટલીક ભલામણો કરવામાં આવેલ. જેમાં...


શાળા ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા અમુક ચોક્કસ માપદંડો અનુસરે તે ખૂબ જ અગત્યનું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા સબંધિત માપદંડોના નિર્ધારણ માટે રાજ્ય કક્ષાએ State School Standard Authority (SSSA)ની સ્થાપના કરવી.


SSSA અંતર્ગત શાળાઓની ગુણવત્તા ચકાસણી માટે વિવિધ ગુણવત્તા સબંધિત માપદંડોનો સમાવેશ થાય તે રીતે રાજ્યમાં વિવિધ સ્ટેકહોલ્ડર્સ (હિતધારકો) સાથે પરામર્શન કરી વૈશ્વિક સ્તરના વિવિધ માપદંડોને ધ્યાને રાખી SCERT દ્વારા School Quality Assessment and Accreditation Framework (SQAAF)નું નિર્માણ કરવું, જે અંતર્ગત GCERT દ્વારા સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કનું નિર્માણ કરેલ છે.


SSSA અંતર્ગત શાળાઓની જવાબદેહિતા નક્કી થઇ શકે તે માટે સાચી અને અપડેટેડ વિગતો પારદર્શક રીતે લોકો સમક્ષ વેબસાઈટના માધ્યમથી મુકવી તેવી ભલામણ થયેલ છે જે અનુસંધાને GCERT-GSQAC દ્વારા સ્કૂલ એક્રેડિટેશનના ડેટાને પબ્લિક ડીસ્કલોઝર સ્વરૂપે વેબસાઇટ પર મુકવામાં આવશે જેથી સ્ટેકહોલ્ડર્સ પાસેથી તેને સબંધિત ફીડબેક મળે તેવી સુવિધા ઉપલબ્ધ થશે.

GSQAC દ્વારા GCERTના માર્ગદર્શન હેઠળ સરકારી તેમજ અનુદાનિત પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના એક્રેડિટેશન માટે ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવેલ છે તેમજ આ ફ્રેમવર્કને આધારે સ્કૂલ એક્રેડિટેશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. NEP-2020 અંતર્ગત કરવામાં આવેલ ઉપરોક્ત ભલામણો તેમજ સંદર્ભ દર્શિત ફાઈલ પર મળેલ મંજુરી અન્વયે વર્ષ 2024-25થી રાજ્યની શાળાઓમાં નીચે મુજબના ફેરફાર સાથે સ્કૂલ એક્રેડિટેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.


સરકારી પ્રાથમિક શાળાઓ માટે :

સરકારી પ્રાથમિક શાળાઓ માટે નીચે મુજબના મુખ્ય ચાર ભાગમાં સ્કૂલ એક્રેડિટેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.


ભાગ-1 : સ્વ-મૂલ્યાંકન:


આ ભાગ અંતર્ગત સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કમાં સમાવિષ્ટ પ્રક્રિયા (Process) આધારિત માપદંડોનો સમાવેશ થાય છે. આ ભાગમાં સમાવિષ્ટ માપદંડોનું શાળા દ્વારા સ્વ-મૂલ્યાંકન કરવામાં આવશે. આ ભાગ અંતર્ગત કુલ 1000 ગુણનું શાળા દ્વારા સ્વ-મૂલ્યાંકન કરવામાં આવશે જેમાંથી શાળાને પ્રાપ્ત થતા ગુણને 200 માંથી મળવાપાત્ર ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે. આમ, સ્વ-મૂલ્યાંકનનો કુલ ભારાંક 20% રહેશે. સ્વ-મૂલ્યાંકનના ડેટાને દરેક શાળાએ રાજ્ય કક્ષાએથી સૂચિત ચોક્કસ પ્લેટફોર્મના માધ્યમથી રાજ્યકક્ષાએથી નિર્ધારિત થયેલ નિશ્ચિત સમયમર્યાદામાં બિનચૂક સબમિટ કરવાનો રહેશે. નિશ્ચિત સમયમર્યાદામાં સબમિટ કરવામાં આવેલ સ્વ-મૂલ્યાંકનના ડેટાને જ શાળાના રિપોર્ટકાર્ડ બનાવવાની કામગીરી માટે ગણતરીમાં લેવામાં

આવશે.


ભાગ-2: CRC કો-ઓર્ડીનેટર દ્વારા મૂલ્યાંકન:


આ ભાગમાં વર્ગખંડ અવલોકનનો સમાવેશ થાય છે. શાળાના સબંધિત CRC કો-ઓર્ડીનેટર દ્વારા વર્ગખંડ અવલોકન સબંધિત માપદંડોનું મૂલ્યાંકન કરી તેનો ડેટા રાજ્ય કક્ષા એથી સૂચિત તેવા પ્લેટફોર્મ પર સબમિટ કરવાનો રહેશે. આ ભાગ અંતર્ગત કુલ 200 ગુણનું CRC કો-ઓર્ડીનેટર દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. CRC કો-ઓર્ડીનેટર દ્વારા મૂલ્યાંકનનો ફુલ ભારક 20% રહેશે. CRC કો-ઓર્ડીનેટર દ્વારા મૂલ્યાંકન થયેલ ડેટાને દરેક CRC કો-ઓર્ડીનેટરે રાજ્ય કક્ષાએથી સૂચિત યોક્કસ પ્લેટફોર્મના માધ્યમથી રાજ્યકક્ષાએથી નિર્ધારિત થયેલ નિશ્ચિત સમયમર્યાદામાં બિનચૂક સબમિટ કરવાનો રહેશે. નિશ્ચિત સમયમર્યાદામાં સબમિટ કરવામાં આવેલ ડેટાને જ શાળાના રિપોર્ટકાર્ડ બનાવવાની કામગીરી માટે ગણતરીમાં લેવામાં આવશે.


ભાગ-૩: રાજ્ય કક્ષાએ ઉપલબ્ધ થતાં ડેટા આધારિત મૂલ્યાંકન :


આ ભાગમાં એક્રેડિટેશન કર્મવર્કના આઉટપુટ આધારિત એવા માપદંડોનો સમાવેશ થાય છે કે જેનો ડેટા સીધો રાજ્ય કક્ષાએ વિધા સમીક્ષા કેન્દ્ર (VSK), ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને રાજ્ય પરીક્ષાબોર્ડ પાસેથી પ્રાપ્ત થશે. આ ભાગ અંતર્ગત રાજ્ય કક્ષાએ પ્રાપ્ત થયેલ વિવિધ ડેટાને આધારે કુલ 600 ગુણનું મૂલ્યાંકન કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ ઉપલબ્ધ થતા ડેટા આધારિત મૂલ્યાંકનનો કુલ ભારાંક 60% રહેશે. દરેક શાળાએ રાજ્ય કક્ષાએથી સૂચિત ચોક્કસ પ્લેટફોર્મના માધ્યમથી રાજ્યકક્ષાએથી નિર્ધારિત થયેલ નિશ્વિત સમયમર્યાદામાં આ ડેટા બિનચૂક સબમિટ કરવાનો રહેશે. નિશ્ચિત સમયમર્યાદામાં સબમિટ કરવામાં આવેલ ડેટાને જ શાળાના રિપોર્ટકાર્ડ બનાવવાની કામગીરી માટે ગણતરીમાં લેવામાં આવશે.


ભાગ-4 : ક્રોસ વેરિફિકેશન:


આ ભાગ અંતર્ગત સ્કૂલ એક્રેડિટેશન માટે નિયત થયેલ શાળાઓની કુલ સંખ્યાના મહત્તમ 33% સુધીની શાળાઓમાં વેરીફાયર્સના માધ્યમથી શાળાઓ દ્વારા થયેલ સમગ્ર સ્કૂલ એક્રેડિટેશન પ્રક્રિયાનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. જે શાળાઓમાં ક્રોસ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી શાળાઓ માટે વેરીફાયર્સ દ્વારા થયેલ મૂલ્યાંકન આધારિત ગ્રેડ તેનો અં

તિમ ગ્રેડ રહેશે.



Related Posts

DOWNLOAD GSQAC SCHOOL ACCREDITATION GUNOTSAV 2.0 REPORT CARD
4/ 5
Oleh